મુખ્ય સામગ્રી પર જાઓ
અમને ફોન કરો: +1 (423) 664-3353
Fresh Floursતાજો લોટ, દરરોજ USA માં દળવામાં આવે છે.મારું ખાતુંટોપલી

લોકો અમને પૂછે છે એવા સવાલ

તમારો સવાલ અહીં ન હોય તો કૃપા કરીને અમને ફોન કરો. તમે અટકળ કરો એના કરતાં અમે જવાબ આપીએ એ સારું.

ડિલિવરી મફત છે?

ના. ધાન્ય ભારે હોય છે, અને મફત કરીએ તો એ ખર્ચ લોટના ભાવમાં જ પાછો ઉમેરવો પડે. મોકલવાનો જે ખરેખર ખર્ચ થાય એ જ તમે ભરો છો — તમારા ઓર્ડરના વજન અને અંતર પ્રમાણે. કાર્ડની વિગતો લખો એ પહેલાં જ તમને ચોક્કસ રકમ દેખાય છે.

મોટો ઓર્ડર મોકલવાનો ખર્ચ કેમ વધારે થાય છે?

એક બોક્સમાં અમે સુરક્ષિત રીતે 40 પાઉન્ડ માલ મૂકી શકીએ. એનાથી વધારે વજનનો ઓર્ડર એકથી વધુ બોક્સમાં વહેંચાય છે, અને દરેક બોક્સનું પોતાનું ટપાલ ખર્ચ હોય છે. કશું છુપાવેલું નથી — ટોપલીમાં બોક્સની સંખ્યા અને કુલ રકમ દેખાય છે.

વધારે લઉં તો ડિસ્કાઉન્ટ મળે?

ના. એક થેલી હોય કે દસ, દરેક થેલીનો ભાવ સરખો જ. પેલેટ જેટલો જથ્થો જોઈતો હોય તો કૃપા કરીને અમને ફોન કરો, અમે તમારી સાથે ભાવ નક્કી કરીશું.

લોટ ખરેખર તાજો હોય છે?

હા. અમે રોજ દળીએ છીએ અને હમણાં જ દળેલામાંથી પેક કરીએ છીએ, એટલે દુકાનની જેમ મહિનાઓ સુધી પડ્યું રહેતું નથી. દળ્યા પછી થોડા અઠવાડિયામાં જ લોટની સુગંધ અને સ્વાદ ઓછાં થવા લાગે છે — એટલે જ દુકાનના લોટમાં ખાસ સ્વાદ હોતો નથી.

કેટલું જાડું દળવું એ હું પસંદ કરી શકું?

હાલમાં નહીં. દરેક લોટ એક જ રીતે દળેલો આવે છે. જો કોઈ લોટ માટે ફરી પસંદગી આપીશું, તો તે લોટના પાના પર દેખાશે.

પૈસા કેવી રીતે ભરું?

વેબસાઈટ પર કાર્ડથી, અથવા તમને ફાવે તો Zelle થી. Zelle થી ભરો તો અમે તમને એક ટૂંકો કોડ આપીએ છીએ જે નોંધમાં લખવાનો — જેથી અમને ખબર પડે કે પૈસા તમારા છે. પૈસા અમને મળે તે પહેલાં કંઈ પેક કે રવાના થતું નથી.

ટપાલને બદલે હું જાતે લેવા આવી શકું?

હા. ચેકઆઉટમાં લેવા આવવાનું પસંદ કરો, ડિલિવરીના પૈસા ભરવાના રહેતા નથી. કેટલીક વસ્તુઓ ફક્ત લેવા આવવા માટે જ છે — મમરા જેવી વસ્તુઓ બહુ હલકી અને જગ્યા રોકનારી હોય છે, એટલે અમે એ મોકલતા નથી.

ઓર્ડર પછી સરનામું બદલી શકું?

પેક કરીએ તે પહેલાં જ. બોક્સ બંધ થઈ ગયા પછી એ રવાના થઈ ગયું હોય છે. ચેકઆઉટમાં તમારું સરનામું ધ્યાનથી તપાસો — એટલા માટે જ અમે તમને ખાતરી કરવાનું કહીએ છીએ. ભૂલ દેખાય તો તરત અમને ફોન કરો.

ખાતું ખોલવું જરૂરી છે?

ના. ફક્ત ઈમેલ સરનામાથી પણ ઓર્ડર થઈ શકે. તમે નિયમિત લેતા હો તો ખાતું ઉપયોગી છે — એ તમારું સરનામું યાદ રાખે છે અને જૂનો ઓર્ડર એક જ ટેપથી ફરી કરી શકાય છે.

હજી શંકા છે? અમને ફોન કરો, અમે મદદ કરીશું.

+1 (423) 664-3353